GUJTEST વિશે

ગુજરાતની દરેક પરીક્ષા, એક જ મંચ પર.

અમારા વિશે

GUJTEST ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનું ઓનલાઇન Practice Test પ્લેટફોર્મ છે. અહીં પ્રશ્નો ઉકેલીને પોતાનો score, આપેલા જવાબોની Accuracy, સમય, ટેસ્ટનો ઇતિહાસ અને ટેસ્ટ મુજબ leaderboard જોઈ શકાય છે.

કઈ પરીક્ષાના ટેસ્ટ ઉપલબ્ધ છે તે જાણવા Home પેજ પર તે પરીક્ષાનો વિભાગ ખોલો. ત્યાં દેખાતા ટેસ્ટમાંથી પસંદ કરીને તૈયારી કરી શકો છો. નવા ટેસ્ટ ઉમેરાય ત્યારે ઉપલબ્ધ યાદી પણ બદલાય છે.

GUJTEST કોઈ પરીક્ષા મંડળ કે સરકારી વિભાગની સત્તાવાર વેબસાઇટ નથી. અહીંનો ટેસ્ટ અભ્યાસ માટે છે. પરીક્ષાના નિયમો, તારીખો અને અભ્યાસક્રમ માટે સંબંધિત સત્તાવાર સૂચના જુઓ.

ટેસ્ટ કેવી રીતે આપવો?

ટેસ્ટ વખતે એ જ browser tabમાં પેજ reload થાય તો સમય બાકી હોય ત્યાં સુધી જવાબો અને પ્રશ્ન ફરી ખૂલે છે. સમય server પર ચાલતો રહે છે.

સંપર્ક અને પ્રશ્નમાં સુધારો

કોઈ પ્રશ્નનો જવાબ ખોટો લાગે, ભાષામાં ભૂલ જણાય અથવા વેબસાઇટમાં સમસ્યા આવે તો Testનું નામ, પ્રશ્ન નંબર અને ટૂંકું વર્ણન સાથે મોકલો. Account અથવા તમારી માહિતી અંગેની વિનંતી પણ આ જ સરનામે મોકલી શકો છો.

ajayytbc1@gmail.com પર Email કરો

તમારી માહિતીનો ઉપયોગ

છેલ્લે સુધારેલું: 1 ઓક્ટોબર 2026

કઈ માહિતી વપરાય છે?

Google Login પર Google accountમાંથી મળતાં નામ, email, profile photo અને ઓળખ માટેનું user ID વપરાય છે. ટેસ્ટ માટે પસંદ કરેલા જવાબો ચાલુ session દરમિયાન એ જ browser tabમાં સચવાય છે. Submit પછી test ID, score, કુલ પ્રશ્નો, પરિણામના ટકા, સમય અને પ્રયાસનો રેકોર્ડ server પર સચવાય છે.

તે શા માટે વપરાય છે?

Login ઓળખવા, ટેસ્ટ ચલાવવા, પરિણામ અને Dashboard બતાવવા તથા ટેસ્ટ મુજબ leaderboard તૈયાર કરવા માટે. Leaderboardમાં તમારું display name, score અને સમય બીજા logged-in વિદ્યાર્થીઓને દેખાઈ શકે છે. Email જાહેર leaderboardમાં બતાવવામાં આવતું નથી.

માહિતી ક્યાં જાય છે?

Login માટે Google Firebase Authentication, ટેસ્ટની માહિતી માટે Firebase Firestore અને ટેસ્ટ session, પરિણામ તથા leaderboard માટે Cloudflare Worker/D1 વપરાય છે. Login પછી કોઈ ટેસ્ટ Submit કરો ત્યારે જવાબોની ચકાસણી server પર થાય છે.

તમારી પસંદગી અને મદદ

Logout કરી શકો છો. તમારી માહિતી અથવા attempt history અંગે વિનંતી કરવી હોય તો ઉપરના સંપર્ક માધ્યમનો ઉપયોગ કરો. એ જ tabમાં ચાલતા ટેસ્ટના પસંદ કરેલા જવાબો submit પછી તે tabના temporary storageમાંથી દૂર થાય છે. Server પરનો પરિણામ ઇતિહાસ અલગથી સચવાયેલો રહે છે.

આ પેજ સાઇટ કેવી રીતે કામ કરે છે તે સરળ ભાષામાં સમજાવે છે. નવી સુવિધા ઉમેરાય ત્યારે અહીંની માહિતી પણ સુધારવામાં આવશે.